menu
VIDEO: પતિની નજર સામેથી ખૂંખાર દરિયો પત્નીને ખેંચી ગયો, બાળકો ચિસો પાડતા રહ્યાં
અમે બાદમાં બાન્દ્રા કિલા પાસે પહોંચ્યા અને ફોટો લીધા. પરિવાર તસવીરો લેવા માટે સમુદ્રની નજીક ગયા. મુકેશે જણાવ્યું કે, જ્યોતિ મારી પાછળ પાછળ દરિયામાં આવી ગઈ અને દરિયાની લહેરોની મજા લઈ રહ્યા હતા.

VIDEO: પતિની નજર સામેથી ખૂંખાર દરિયો પત્નીને ખેંચી ગયો, બાળકો ચિસો પાડતા રહ્યાં

VIDEO: પતિની નજર સામેથી ખૂંખાર દરિયો પત્નીને ખેંચી ગયો, બાળકો ચિસો પાડતા રહ્યાંVIDEO: પતિની નજર સામેથી ખૂંખાર દરિયો પત્નીને ખેંચી ગયો, બાળકો ચિસો પાડતા રહ્યાંimage-2023-07-16T084519.798-2023-07-b68910e7ef4222ca2fb0d18c35c06cb0-3x2.jpg?impolicy=website&width=540&height=339mumbai women swept in sea

 

અમે બાદમાં બાન્દ્રા કિલા પાસે પહોંચ્યા અને ફોટો લીધા. પરિવાર તસવીરો લેવા માટે સમુદ્રની નજીક ગયા. મુકેશે જણાવ્યું કે, જ્યોતિ મારી પાછળ પાછળ દરિયામાં આવી ગઈ અને દરિયાની લહેરોની મજા લઈ રહ્યા હતા.

મુંબઈ:  મુંબઈના બાન્દ્રામાં એક પરિવારને દરિયા કિનારે ફરવાનું ખૂબ ભારે પડ્યું છે. રવિવાર સાંજે જ્યોતિ સોનાર નામની મહિલા પોતાના પરિવાર સાથે મુંબઈના બ્રાન્દ્રા બૈંડસ્ટેંડ નજીક દરિયાના વિશાળ મોજામાં તણાઈ ગઈ હતી. તેનો પતિ મુકેશ અને તેના બાળકો આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો નિ:સહાય થઈને બસ જોઈ રહ્યા હતા, કોઈ મદદ કરી શક્યું નહોતું.


મિડ ડેના એક રિપોર્ટ અનુસાર, રબાલેના ગૌતમ નગરમાં રહેતા મુકેશે આ ઘટનાને યાદ કરતા મેં તેને બચાવવાની પુરી કોશિશ કરી, જ્યારે ચોથી લહેર મારી પાછળ આવી તો, સંતુલન બગડી ગયું અને અમે બંને લપસી ગયા. મેં મારી પત્નીની સાડી પકડી અને મારી પાછળના એક ટૂરિસ્ટે મારો પગ પકડી પાડ્યો. મુકેશે જણાવ્યું કે, તેમનો પરિવાર દર બે અઠવાડીયે બહાર પિકનિક પર જતા હોઈએ છીએ. તેમણે જણાવ્યું કે, તે દુર્ભાગ્યવશ રવિવારે જુહૂ ચોપાટી પર જવાનો પ્લાન બનાવ્યો હતો. જો તટ પર પ્રતિબંધ હોવાથી અમે બાંદ્રા જવાનો પ્લાન બનાવ્યો.


અમે બાદમાં બાન્દ્રા કિલા પાસે પહોંચ્યા અને ફોટો લીધા. પરિવાર તસવીરો લેવા માટે સમુદ્રની નજીક ગયા. મુકેશે જણાવ્યું કે, જ્યોતિ મારી પાછળ પાછળ દરિયામાં આવી ગઈ અને દરિયાની લહેરોની મજા લઈ રહ્યા હતા. બાળકો પણ અમારા તરફ આવવાની કોશિશ કરી રહ્યા હતા. પણ દરિયો અશાંત હોવાના કારણે અમે તેમને આવવા દીધા નહીં. એક પથ્થર પર જઈને અમે બેઠા, અમારા બાળકો દૂરથી જોઈ રહ્યા હતા. અમારે માટે આ સેલ્ફી લેવાનું ભયંકર સાબિત થયું હતું.



આગળ મુકેશે જણાવ્યું કે, મારી પકડ મજબૂત હતી, પણ તેની સાડી લપસી ગઈ અને મારી આંખોની સામે દરિયા મારી પત્નીને ખેંચી ગયો. મારા બાળકો પણ ત્યાં જ હતા. મદદ માટે બૂમો પાડતા રહ્યા, પણ કોઈ કશું કરી શક્યા નહીં. મને નથી ખબર આ આઘાતમાંથી કેવી રીતે બહાર આવીશું. આજૂબાજૂમાં ઊભેલા લોકો આ દુર્ઘટના જોઈ અને તરત પોલીસને સૂચના આપી. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ થઈ અને દુખદ રીતે રવિવાર મોડી રાતે જ્યોતિની લાશ મળી આવી.

Watch Video Here

તમારી પ્રતિક્રિયા?

Comments

https://viraltube.in/assets/images/user-avatar-s.jpg

0 comment

Write the first comment for this!