638
દૃશ્યો
દૃશ્યો
Great Gujarati Poem
બને તો હવે તું તડીપાર લઇ જા
બને તો હવે તું તડીપાર લઇ જા
અમોને અમારા છજાં બાર લઇ જા..!!
નથી જીરવાતું આ આવાગમન તો
હવે કૈક કર પણ તું ભવપાર લઇ જા..!!
આ આકારમાં ગોઠવાઈને થાક્યાં
પકડ હાથ ને તું નિરાકાર લઇ જા..!!
દિવાલોનો સહવાસ બહુ થઇ ગયો છે
દીવાલોની વચ્ચેથી સરકાર લઇ જા..!!
હવે હાથ થાક્યા સમેટી સમેટી
નિરર્થક છે સઘળું પેલેપાર લઇ જા..!!
આ કળિયુગ હવે સાવ પાસે ઉભો છે
એ પહોંચે એ પહેલા તું પોબાર લઇ જા..!
-હિમાંશુ પટેલ”અદ્વૈત”
Comments
0 comment